શિક્ષણ બાળકને અનુભવ અને કેળવણીથી જ પ્રાપ્ત થાય છે.
અબેકસ શીખવવાના વિવિધ તબક્કા
આસાનીથી બાળક ને ગણતરી શીખવવા માટે અબેકસ બહુ જ ઉપયોગી છે જે વિવિધ સ્તરે કલાસરૂમ ટ્રેનિંગ માં શીખવવા માં આવે છે. પરંતુ એ જાણવું બહુ જ ઉપયોગી છે કે અલોહા આ તાલીમ કઈ રીતે આપે છે. અબેકસ એક એવું સાધન છે જેની મદદ થી બાળક ના ગણતરી ના મૂળભૂત સિદ્ધાંતો મજબૂત બને છે અને ગણતરી ન માત્ર સરળ બને છે પણ તેને આ વિષય માં રુચિ પણ બને છે. ગણિત એક એવો વિષય છે જે મોટા ભાગ ના બાળકો ને પસંદ નથી આવતો. પરંતુ જો ગણતરી સરળ બની જાય અને બાળક ને રુચિ આવે તો આ વિષય તેના માટે એક રમત સમાન સાબિત થાય છે. અલોહા આ કાર્ય કરવા માં બહુ જ કાર્યક્ષમ સાબિત થયું છે અને તેથી જ આજ ના આ સમયમાં વધુ ને વધુ વાલીઓ ચાહે છે કે તેમના બાળક નો વિકાસ પણ આ સંસ્થામાં થાય. તેના વિવિધ તબક્કાઓ જાણવા જેવા છે.
૧. કોગ્નિટિવ ફેઝ
આ એક પ્રાથમિક તબક્કો છે જેમાં અબેકસ ના વિવિધ વિભાગો ના નામ, અભિગમો, અને ખ્યાલો શીખવવામાં આવે છે. આ એક ટ્રાયલ એન્ડ એરર પદ્ધતિ છે અને તેથી બાળકો ભૂલ કરી ને શીખે છે. આ ફેઝ માં જે બાળકો ગણિત થી દૂર ભાગતા હોય તેઓ પણ સરળતાથી વિષય શીખી તેમાં થોડા સમયમાં નિષ્ણાત સાબિત થઇ શકે છે.
૨. એક્સેપટન્સ ફેઝ
આ તબક્કે બાળક ને અબેકસ અને તેના થી થતી ગણતરી ઓ માં રસ પડે છે અને આગળ ના તબક્કાઓ જાણવા ઉત્સુક બને છે. આ તબક્કે બાળક ચાહે છે કે વિવિધ ગણતરીઓ શીખે છે અને તેમાં તેને આનંદ પણ આવે છે.
૩. પ્રેકટીસ ફેઝ
આ એક એવો તબક્કો છે કે જેમાં બાળક અબેકસ પાર વધુ પ્રેકટીસ કરે છે અને ગણતરી કરતુ થાય છે તેમજ તેની એકાગ્રતા અને યાદશક્તિ માં તિવ્ર વધારો થતો જોઈ શકાય છે. અગાઉ ના તબક્કા કરતા આ તબક્કે બાળક વધુ મહાવરો કરતુ થઇ જાય છે અને તમામ ગણતરીઓ કરતી વખતે તેને નવા નવા અભિગમો ની જાણ પણ થાય છે જે તેને વિષય નિષ્ણાત બનવા માં સહાયરૂપ થાય છે.
૪. પ્રોફિશિએન્ટ ફેઝ
આ તબક્કે બાળક તેની સખત મહેનત અને મહાવરા ના કારણે તુરંત ગણતરીઓ કરતુ થઇ જાય છે. અગાઉ ના બંને તબક્કાઓ માં બાળકે કરેલી મહેનત નું પરિણામ પ્રાપ્ત કરવામાં આ તબક્કો અગત્યનો સાબિત થાય છે. આ તબક્કે બાળક ના ફક્ત વિષય માં માસ્ટરી મેળવે છે પણ તે ઉચ્ચ ગણતરી કરી શકે છે. આ તબક્કે બાળકો વિષય નિષ્ણાત પાર આધાર ના રાખતા આપ બળે ગણતરીઓ માં આગળ વધે છે. તેને માત્ર મૌખિક ગણતરીઓ કરવાની આદત પડતી જાય છે અને સાધન પાર આધાર રાખવું મર્યાદિત થઇ જાય છે.
૫. ફિક્સેશન ફેઝ
આ તબક્કા માં બાળક માટે ગણતરીઓ કરાવી એ એક સ્વાભાવિક પ્રક્રિયા બની જાય છે. અત્રે બાળક માત્ર સંખ્યા સાંભળી તેની મૌખિક ગણતરીઓ કરતુ થઇ જાય છે અને તેને ના તો સાધન ની જરૂર પડે છે ના તો ઇન્સ્ટ્રક્ટર ની સહાય ની.આ એક એવો તબક્કો છે જ્યારે બાળક ને અબેકસ ની મહત્તા સમજાય છે પરંતુ તે આ સાધન પાર આધાર નથી રાખતું અને બહુ જ જલ્દી થી મુશ્કેલ ગણતરીઓ કે જે મોટા ને પણ કેલ્ક્યુલેટર ની મદદ થી કરવી પડે છે તે મોઢા મોઢ કરતુ થઇ જાય છે. આ તબક્કે જ વાલી ને પણ અલોહા એ બાળક પાછળ કેટલી મહેનત કરી છે તે સમજાય છે.
૬. ઓટોનોમસ ફેઝ
આ તબક્કે બાળક માટે અબેકસ ની મદદ થી ગણતરીઓ કરવી સરળ થઇ જાય છે. તેના કારણે બાળક ના માનસપટ પાર લાંબા ગાળા ની યાદ તરીકે અબેકસ એક અલગ જ છાપ ઉભી કરે છે જે જીવન પર્યન્ત સાથ દઈ શકે છે. જો કે બાળક હવે સાધન પાર આધારિત નથી રહેતું અને તેથી તેને ગણતરીઓ કરવાની ક્ષમતા અદભુત થઇ જાય છે.
૭. એક્સપ્રેશન ફેઝ
આ તબક્કો અબેકસ ની મદદ નો આખરી તબક્કો કહી શકાય કેમ કે તેના કારણે બાળક હવે કોઈ પણ ગણતરી કરવા માં નિષ્ણાત બની જાય છે. આ એક એવો તબક્કો છે કે જ્યારે બાળક ને કોઈ સાધન ની જરૂર નથી રહેતી અને તે કોઈ પણ ગાણિતિક પ્રક્રિયા સહજ રીતે કરી શકે છે જે કોઈ પણ વ્યક્તિ ક્યારેય પણ ચકાશી શકે છે.