`

તમારું બાળક પૂરતી ઊંઘ લે છે કે નહિ એ કેવી રીતે નક્કી કરશો?


બાળકનું શરીર વિકાસ પામતું હોય છે અને તેથી એ બહુ જ જરૂરી બની જાય છે કે તે પૂરતી ઊંઘ લે. જો તમારું બાળક એલાર્મ વાગતા પહેલા ઉઠી જાય છે તો એ સારી નિશાની છે પણ જો તેને એલાર્મ વાગ્યા પછી પણ ઊંઘ આવતી હોય અને તમારે પથારી માં થી પરાણે ઉઠાડવું પડે તો તમારે સાવધાન થઇ જવું જોઈએ કેમ કે તેનો અર્થ થાય છે કે તેને પૂરતી ઊંઘ નથી મળી રહી. બાળક હોય કે પુખ્ત વ્યક્તિ પુરતી ઊંઘ લેવી એ શરીર માટે બહુ જ જરૂરી છે. બાળકનું શરીર વિકાસ પામતું હોય અપુરતી ઊંઘ એના વિકાસ પર અવળી અસર ઉપજાવી શકે છે અને તેથી જ જ્યારે બાળક ને બહુ જ જગાડવું પડે તો ચેતી જવું જરૂરી બની જાય છે.

શાળા ની શરૂઆત ના દિવસો બાળક માટે તેનું ઊંઘનું ટાઈમ ટેબલ ગોઠવવા માટે બહુ અગત્યના હોય છે. તેને સમય સાથે પોતાના શરીર નો તાલમેલ બેસાડતા સમય લાગે છે. મોટા ભાગના બાળકો રાત્રે મોડે સુધી જાગી અને સવારે મોડા ઉઠવાનું પસંદ કરે છે. આવું ખાસ કરીને ઉનાળાના દિવસો માં બને છે. શાળા શરુ થતા જ તેઓએ એક સમય પત્રક મુજબ ચાલવું પડે છે અને તેથી જરૂરી છે કે તેઓ રાત્રે વહેલા સુઈ જાય કે જેથી તેઓ સવારે સમયસર ઉઠી પણ જાય અને પુરતી ઊંઘ પણ મેળવે. શાળા શરુ થવા સાથે આ સમસ્યા વધી જાય છે અને બાળક થાકેલું દેખાય છે તેમજ માતાપિતા પણ થાકેલા હોય છે જે સીધી તેઓના સ્વાસ્થ્ય પર અસર કરે છે. આ પરિસ્થિતિ બહુ જ ખરાબ બની રહે છે.

અપૂરતી ઊંઘ સ્વાસ્થ્ય સંબંધી વિવિધ સમસ્યાઓ સર્જે છે જેમ કે એડીએચડી, વધુ પડતું કાર્યરત થવું અને મિજાજ નું બદલાતા રહેવું. વિવિધ અભ્યાસો માં જોવા મળ્યું છે કે અપૂરતી ઊંઘ થી અભ્યાસ માં ઓછું ધ્યાન, અભ્યાસ માં અપૂરતી સફળતાઓ, ધ્યાન કેન્દ્રિત કરવામાં તકલીફ અને શાળા માં નબળો દેખાવ એ બાળકો માં જોવા મળે છે. અપૂરતી ઊંઘ અયોગ્ય ખાનપાન ની આદતો અને મેદસ્વીતા ને પણ નોતરે છે. શાળા ના દિવસો માં બાળક ને ૧૦ થી ૧૨ કલાક ની ઊંઘ મળવી જોઈએ પણ મોટા ભાગ ના બાળકો ૭ થી ૮ કલાક જ સુવે છે અને ઘણા તો તેના થી પણ ઓછું સુવે છે. 
ઘણા માતાપિતા પોતે પણ અપૂરતી ઊંઘ નો શિકાર હોય છે અને એવું માને છે કે અપૂરતી ઊંઘ એ સામાન્ય બાબત છે. આ કારણે તેઓને એ ખબર પણ નથી પડતી કે તેઓનું બાળક પુરતી ઊંઘ નથી મેળવી રહ્યું. 

નીચેના સવાલો પર થી તમે જાણી શકશો કે તમારું બાળક પુરતી ઊંઘ મેળવે છે કે નહિ.

- શું બાળક ને ઉઠાડવા માટે ત્રણ થી ચાર પ્રયત્નો કરવા પડે છે?

- શું બાળક સતત થાકી ગયું હોવા ની ફરિયાદ કરે છે?

- શું બાળક બપોરે સુઈ જાય છે?

- શું વિક એન્ડ પર બાળક ને પુરતી ઊંઘ મળે છે?

જો આમાં થી કોઈ પણ પ્રશ્ન નો જવાબ હા હોય તો તમે માની લો કે તમારા બાળક ને પુરતી ઊંઘ નથી મળતી. પુરતી ઊંઘ થી બાળક નો ન માત્ર મૂડ બદલવાનું બંધ થશે પણ તેનો અભ્યાસ માં દેખાવ પણ સુધરશે. નીચે ના આઠ પગલાં ના તેને માત્ર પુરતી ઊંઘ આપશે પણ તેને સારી રીતે ઊંઘવાની આદત પણ પાડશે.

- સુઈ જવા નો એવો સમય નક્કી કરો કે જેથી બાળક નો ૧૦ થી ૧૧ કલાક પુરતી ઊંઘ મળે. જો બાળક તરત સુવા ના તૈયાર થાય તો અઠવાડિયા માં બે કે ત્રણ વાર ૧૫ થી ૨૦ મિનિટ વહેલા સુવાનું નક્કી કરો.

- સુવાનું એક સમય પત્રક બનાવી લો. તમારા બાળક ના સુવા અને ઉઠવાના અઠવાડિયા ના ચાલુ દિવસો તેમજ રજાના દિવસો માં ૩૦ થી ૪૫ મિનિટ થી વધારે નો ગેપ ના હોવો જોઈએ.

- શાળા શરુ થવાના એક અઠવાડિયા પહેલા થી બાળક ને ઉઠાડવાનો એક સમય નક્કી કરી લો જેથી શાળા શરુ થયે તેને તકલીફ ના થાય.

- સુવાના સમય નું એક સમય પત્રક બનાવો. તે નાના તેમજ મોટા બંને બાળકો ને લાગુ પાડો જેથી તેઓને સમયસર સુવાની આદત પડી જાય.

- સુવાના સમય  પહેલા કમ સે કમ એક કલાક પહેલા ઈલેક્ટોનિક સ્ક્રીન જેવા કે ટીવી, મોબાઈલ વગેરે બંધ કરી દો જેથી તેઓ સમયસર સુઈ જાય.

- ખાંડવાળા તેમજ કેફીન વાળા પીણા દિવસ માં બપોર પછી ઓછા લેવા ની આદત પાડો જેથી સમયસર ઊંઘ આવી શકે.

- બાળક ને દિવસ દરમ્યાન પૂરતી શારીરિક પ્રવૃત્તિઓ કરાવો કે જેથી તે રાત્રે આરામ થી સુઈ શકે. દિવસ માં એક કલાક એવો રાખો કે જયારે એ આખો સમય શારીરિક પ્રવૃત્તિ કરે. સવાર ના સમય માં તેને બહાર રમવા મોકલો કે જેથી તેનો શારીરિક વિકાસ પણ સારો થાય.

- તેને પુરતી ઊંઘ લેવાની આદત પાડવા જરૂરી છે કે તમે પુરતી ઊંઘ લેવા ની આદત પાડો કેમકે એ તમારા માં થી જ શીખશે.

શુભ સવાર
શાળા શરુ થવા સાથે મોટા ભાગ ના પરિવારો માં સવાર નો સમય દોડાદોડી વાળો હોય છે. તેમ છતાં થોડું આયોજન સવારના આ સમય ને આસાન બનાવી શકે છે. શાળા શરુ થવા ના થોડા દિવસો પહેલાજ બાળક ને સવારમાં તૈયાર થવા, કપડા પહેરવા અને સમયસર બધૂ ગોઠવી લેવા માટે આદત પાડો. આગલી રાત્રેજ દફતર ગોઠવવું, નાસ્તો ભરી દેવો, કપડા તૈયાર કરવા અને અન્ય વસ્તુઓ ને સામે રાખવી જેથી સવારે એટલો સમય બચી શકે. 
પુરતી ઊંઘ નું સમય પત્રક બનાવતી વખતે યાદ રાખો કે બાળક દર વખતે એ પ્રમાણે વર્તે એ જરૂરી નથી કેમ કે તેનો આ વિકાસ નો ગાળો હોય છે જ્યારે થોડું આડું અવળું થતું હોય છે પણ તમારે પ્રયત્નો ચાલુ રાખવા જરૂરી છે કેમકે આ થોડું આડું અવળું થવું એ સ્વાભાવિક છે. જો કે અમુક બાળકો માં અનિંદ્રા એ એક રોગ બની જાય છે અને તેથી ડોક્ટર ને મળવું પણ જરૂરી બની જાય છે. 

ડોક્ટર ને ક્યારે મળવું જોઈએ?
અહીં અમુક લક્ષણો છે જે તમારા બાળક માં દેખાય તો તમારે તુરંત ડોક્ટર ને દેખાડવું જોઈએ. 

- જો તમારા બાળક ને સૂતી વખતે સખત ડર લાગતો હોય

- સખત જોરદાર નસકોરા બોલાવવાં

- રાત્રે વારંવાર ઉઠી જતું હોય

- ૭ વર્ષ ની ઉંમર પછી પણ જો તે પથારી ભીની કરતુ હોય

- રાત્રે પુરતી ઊંઘ લીધા પછી પણ જો તેને દિવસે સખત ઊંઘ આવતી હોય.
 



To Top ↑