બાળકો પર સ્માર્ટફોનની નુકસાનકારક અસરો


આજ ના સમયમાં  ટેક્નોલોજીઓ આશ્ચર્યજનક સાધનો બનાવી અને ઉપયોગી માહિતી ને અમારી આંગળીના ટેરવે ઉપલબ્ધ કરાવીને  વિશ્વમાં ક્રાંતિ કરી રહી છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં, આપણા સમાજના દરેક પાસાં પણ અવાસ્તવિક રીતે અને માન્યા માં ના આવે એ રીતે બદલાઈ ગયા છે. બીજા બાળકો સાથે બાળકોને સામાજિક બનાવવા માટે અગાઉની પેઢીઓથી જે રીતે વિવિધ પદ્ધતિઓ નો ઉપયોગ કરવામાં આવતો હતો તેમાં નોંધપાત્ર ફેરફાર થયો છે. તે ખરેખર સ્વીકાર્ય છે કે આધુનિક ટેક્નોલોજીએ વિકાસમાં સકારાત્મક યોગદાન આપ્યું છે પરંતુ સમાજ પર અને મુખ્યત્વે બાળકના વિકાસ અને જીવનની ગુણવત્તા પર તેની ઘણી નકારાત્મક અસરો પણ સામે આવી છે.

વિશ્વમાં દરરોજ આશરે 20 લાખ સ્માર્ટફોન વેચવામાં આવે છે કારણ કે મોબાઇલ ફોન આજના સમયમાં એક સર્વસ્વીકાર્ય સાધન બની ગયું છે. આ પોકેટ કદના સાધન થી કંઇ પણ કરી શકાય છે અને તે નાના કમ્પ્યુટર કરતા કોઈ પણ રીતે ઓછું નથી. ફક્ત પુખ્ત વયના લોકો જ નહીં, પણ બાળકોને પણ આ આધુનિક સાધન નું વ્યસન જોવા મળે  છે. સંશોધકો દ્વારા વારંવાર આ દિશામાં વિવિધ સંશોધનો  હાથ ધરવામાં આવે છે અને તે બતાવે છે કે સ્માર્ટફોન વ્યસન એ એક વાસ્તવિકતા  જે તમારા માનસિક આરોગ્યને ઘણી રીતે નુકસાન પહોંચાડી શકે છે. બાળકો પર સેલ ફોન્સની અન્ય જોખમી અસરોની ચર્ચા કરવી એ હવે ખુબ જ જરૂરી બની ગયું છે.

મગજ પર થતી ગંભીર અસરો: વૈજ્ઞાનિકો દ્વારા કરાયેલા સંશોધન અનુસાર, ફોન કૉલના 2 મિનિટ એક કલાક સુધી બાળકોની વિચારવાની તેમજ પસંદગી ની પ્રવૃત્તિને બદલી શકે છે. મોબાઈલ ફોન દ્વારા બહાર પાડવામાં આવતા  રેડિયો તરંગો ફક્ત કાનની આસપાસ જ નહી, પરંતુ મગજ પર પણ ઊંડી અસરો ઉપજાવે છે. આના કારણે, બાળક નું શિક્ષણ અને અન્ય પ્રવૃત્તિઓ ખુબ જ અવરોધાય છે.

શૈક્ષણિક નિષ્ફળતા: ફક્ત કિશોરો અને પુખ્ત વયના લોકો જ નહીં, પણ બાળકોને પણ મોબાઇલ ફોનનું વ્યસન લાગુ પડી ચૂકેલ છે.  રમતો રમવું, મિત્રો સાથે ચેટ કરવું, સોશિયલ મીડિયા પર હાજર રહેવું એ આજના બાળકો માં જોવા મળતા નિયમિત વ્યસનો છે.  આજની તારીખે વિદ્યાર્થીઓને વર્ગના કલાકો દરમિયાન શીખવવામાં આવતા પાઠો માં ઓછું ધ્યાન હોવું તેમજ અન્ય વિદ્યાર્થીઓ થી પાછળ રહી જતા હોવાનું જોવા મળે છે જેનો મુખ્ય શ્રેય મોબાઈલ ફોન ના વપરાશ અને આદતો ને જાય છે.

અયોગ્ય વર્તન: લેખિત સંદેશાઓ, અયોગ્ય વિડિઓઝ અને ફોટા મોકલતા રહેવાની પ્રવૃત્તિઓ બાળકોમાં વધતી જતી સમસ્યા છે.  જો છબીઓ અથવા વિડિઓ ખોટી રીતે જાય, તો અન્ય લોકોને ખાનગી મીડિયા પર એક્સેસ મળી જાય છે જેના પરિણામો ગંભીર આવી શકે છે. અયોગ્ય મીડિયા અને વિવિધ સાઈટો દ્વારા પોર્નોગ્રાફિક સાઇટ્સ તરફ દોરવાઈ જવા થી બાળકો નું વર્તન અસામાન્ય થઇ જાય છે જેની ખબર બહુ મોડે થી પડે છે.

અપૂરતી ઊંઘ: રાત્રિમાં બાળકો દ્વારા  સેલ ફોનનો ઉપયોગ તેઓના મગજ માટે ભયાનક છે કારણ કે સ્માર્ટફોન વાદળી પ્રકાશને બહાર કાઢે છે. બ્લુ લાઇટ એ તેમના મગજમાં મેલાટોનિન ઉત્પન્ન કરવાનું બંધ કરવાનું મુખ્ય કારણ બને છે જે ઊંઘને પ્રેરિત કરવા માટે એક મુખ્ય હોર્મોન છે. આમ, સેલ ફોન ના ઉપયોગ ને કારણે  બાળકોને ઊંઘ ઓછી થાય છે તેમજ તેમનો શારીરિક વિકાસ પણ જોખમાય છે.

અન્ય જોખમો:

સેલ ફોનનો ઓવરઝ્યુઝ મનોવૈજ્ઞાનિક અવલંબન સાથે સંકળાયેલો હોઈ શકે છે જેની સૌથી વધુ નોંધપાત્ર લાક્ષણિકતાઓ ચિંતા, તાણ, ડર અને ડિપ્રેશન છે. બાળકો કે જે મોબાઈલ ફોનના સૌથી ઉત્સાહી વપરાશકર્તાઓમાં હોય છે તેઓ વારંવાર માથાનો દુખાવો અને દૃષ્ટિની સમસ્યાઓથી પીડાય છે.

બાળકોને વલણમાં નવીનતમ ટેકનોલોજીથી વંચિત ન જ રાખવા જોઈએ પરંતુ યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવો અને સાચો ઉપયોગ કરવા અંગે તેઓને સમજાવવા જોઈએ. તેઓને સેલફોન ના જોખમો થી પરિચિત બનાવો અને તેમના સામાજિક જીવન ને કેવી રીતે દિશા આપવી તે અંગે શિક્ષણશાસ્ત્રીઓ તેમજ અન્ય નિષ્ણાતો સાથે ચર્ચા કરી તેઓને જીવન સંતુલિત બનાવવા અંગે જાગૃત કરો. તેઓને એ સમજાવો કે કોઈ પણ વસ્તુ નો અતિ ઉપયોગ નુકસાનકારક જ સાબિત થાય છે.To Top ↑