5 અદ્ભુત પ્રવૃત્તિઓ: ઉનાળાની રજાઓ માટે


આ ઉનાળાના રજાઓ દરમિયાન  તમે તમારા બાળકોને શું શું પ્રવૃત્તિ કરવા પ્રેરશો?

આજકાલ ના સમય માં અભ્યાસ નું દબાણ બાળકો પર બહુ જ હોય છે જેના કારણે બાળકો કોઈ ખાસ પ્રવૃત્તિ કરી જ નથી શકતા. ઉનાળા ની આ રજાઓ માં તમે તેઓને એક નવો અને અવિસ્મરણીય અનુભવ આપી શકો છો.

રજાઓ બાળકોને કૈંક નવું શીખવા માટે યોગ્ય સમય આપે છે જેના કારણે તેઓને જીવન માં એક નવો અનુભવ પ્રાપ્ત થઇ શકે છે. જો આ ગરમી ના દિવસો માં બાળકો ઘર ની બહાર નીકળવાનું પસંદ નથી કરતા તો તેઓને આ પ્રવૃત્તિઓ બહુ જ મદદરૂપ થશે. અહિંયા અમુક પ્રવૃત્તિઓ આપેલ છે કે જે તેઓને નવા ક્ષેત્રો માં રસ કેળવવા માં મદદ કરશે અને સાથે સાથે તેઓનો શારીરિક તેમજ માનસિક વિકાસ થશે. અહીં આપેલ પ્રવૃત્તિઓ તેઓને કુદરત સાથે તાદાત્મ્ય સાધવામાં તેમજ પરિસ્થિતિ સાથે અનુકૂલન મેળવવામાં પણ મદદ કરશે.

 

1. કુદરતના સાનીધ્ય માં સમય વિતાવો:

કુદરતની નજીક હોવાથી, બાળકો કુદરતના તત્વો, જેવા કે વૃક્ષો, છોડ, ફૂલો, ફળો, પાણી, પ્રાણીઓ અને જંતુઓ ના સીધા સંપર્કમાં આવે છે. તેના થી  તેઓની જિજ્ઞાસાવૃત્તિ  સુધરે છે જે તેમના શરીરની ઇન્દ્રિયોને કાર્યક્ષમતા ને વધારી દે છે. બાળકો નિર્ણાયક વિચારશીલતા કુશળતા વિકસાવે છે કારણ કે તેઓ તારણ કાઢવા અને વિવિધ વસ્તુઓ બનાવવાનું શીખી રહ્યાં હોય છે. તેઓ વનસ્પતિ અને પ્રાણીજાતને જોઈને, સ્વાદ અને સ્પર્શ કરીને શીખે છે કે જે સામાન્ય રીતે રોજિંદા જીવન માં કોઈ પણ પુસ્તક શીખવી શકશે નહીં.

 

2. ઘરની બહારની પ્રવૃત્તિઓ:

બહાર રમવાની રમતો માં બાળક ને રસ કેળવાતું કરવા ના અનેક લાભ હોય છે. બહાર ની પ્રવૃત્તિઓ જેવીકે ક્રિકેટ, લૉન ટેનિસ, વોલીબોલ અથવા બાસ્કેટબોલ બધા વયના બાળકો માટે બહુ જ સારી સાબિત થાય chhe. સ્વિમિંગ જેવી આઉટડોર પ્રવૃત્તિઓ તેઓની શીખવાની ક્ષમતાઓ વધારવા માટે એક અસાધારણ રીત હોઈ શકે છે. બાળકો જીવન ના અગત્ય ના પાઠ તેની સાથે રમતા અન્ય બાળકો પાસે થી શીખી શકે છે, નવી માહિતી શીખે છે, સમસ્યાનો ઉકેલ લાવવાની કુશળતા કેળવે  છે અને રમતવીરની ભાવના વિકસાવે છે. બાળકો તાજી હવા અને તડકા સાથે સીધા સંપર્કમાં આવે છે જે તેમના શારીરિક શક્તિ અને વિકાસ માં વધારો કરે છે અને કોઈપણ હવામાન સાથે સહેલાઇથી અનુકૂલન કેળવે છે. આસપાસના ખુલ્લા કુદરતી વાતાવરણ અને અન્ય બાળકો સાથે રમતા હોવાથી તેમની રચનાત્મકતાને વેગ મેળવી  અને સામાજિક કુશળતા પણ મેળવે છે.

 

3. ઘર ની અંદર કોઈ વાજિંત્ર વગાડવું:

આ પ્રવૃત્તિ તેની અંદર ના કલાકાર ને બહાર લાવી શકે છે. તે માત્ર શીખવા માટે નહિ પણ એક કલાકાર ની દ્રષ્ટિ એ આગળ વધે છે જે તેને જીવન માં નવું ક્ષેત્ર ખોલી આપી શકે છે.  ગરમીથી બહાર નીકળવાને બદલે, તમારા બાળકોને ઇન્ડોર પ્રવૃત્તિઓ જેમ કે પઝલ બ્લૉક ગેમ્સ, લુડો કિંગ, અને અન્ય રમતો માં સામેલ કરો, જે માનસિક તેમજ શૈક્ષણિક લાભો અને તકો પ્રદાન કરશે. ઘર માં રમાતી રમતો તેનામાં વિચક્ષણતા, ત્વરિતતા અને સંકલન જેવી પ્રવૃત્તિઓ નો વિકાસ કરે છે.  કોયડા ઉકેલ તેઓની  સંજ્ઞાનાત્મક કુશળતાને ઉછેરવા અને સુધારવાની મનોરંજક રીત છે જે બદલામાં તેમના આત્મસંયમને વધારે છે.

 

4. આનંદ અને શિક્ષણ એકસાથે:

સમાજ માં ઘણી શાળાઓ ઉનાળામાં વિવિધ કેમ્પ કરે છે જેમાં અન્ય કલાઓ ની સાથે ભાષાઓ,  અંકગણિત ગણિતશાસ્ત્ર અને માનસિક ગણિત જેવા વિષયોની પ્રેક્ટિસ કરવામાં મદદ કરે છે. અબાકસ નો ઉપયોગ કરીને માનસિક ગણિત આ દિવસોને સુસંગત બની રહ્યું છે જે બાળકોને જટિલ ગણતરીઓ ઉકેલવામાં અને તેમના આત્મવિશ્વાસ અને એકાગ્રતા સ્તરને લાવવા માટે મદદ કરે છે. બાળકો ના શિક્ષણમાં અબાકસ ના ઉમેરાવા થી  ભૂલો ઓછી થાય છે કારણ કે તે મગજને બઘી રીતે ઉત્તેજિત કરે છે જેથી બાળક સાચી અને ઝડપી ગણતરીઓ કરી શકે છે.

 

5. ઐતિહાસિક સ્થળોની મુલાકાત: જો બાળક ને રાજા મહારાજા ની વાતો માં વધુ રસ પડતો હોય તો ઐતિહાસિક સ્થળોની સહેલ એ સૌથી રસપ્રદ વસ્તુ બની શકે છે જે તમે તમારા બાળકને ઉનાળાના રજાઓ દરમિયાન કરાવી શકો છો. તે તમારા બાળકને નવી વસ્તુઓની શોધમાં રસ લેવા માટે મદદ કરશે કારણ કે આ સ્થાનો માહિતીના ખજાના સમાન હોય છે. ઐતિહાસિક સ્થળો તમારા બાળકને શોધખોળ કરવા અને હકીકતો સમજવા તેમજ તેની રજૂઆત કરવાનું શીખવામાં બહુ જ ઉપયોગી સાબિત થશે.

 

ગરમી ની આ રજાઓ માં તમારા બાળકને જીવનમાં સફળ થવા માટે તથા તેમાં કુશળતા વધારવામાં મદદ કરવા માટે આમાની કોઈપણ પ્રવૃત્તિમાં જોડો અને જીવન માં વધુ શીખવા માટે પ્રેરણા આપો.



To Top ↑